ટાઇટલ જીત્યા પછી, મુંબઈ ઇન્ડિયન્સ પર થયો કરોડોનો વરસાદ, દિલ્હી કેપિટલ્સ હારીને થઈ માલામાલ

|

Mar 16, 2025 | 9:46 AM

મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં બીજો WPLનો ખિતાબ જીત્યો છે. મુંબઈ માટે હરમનપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી ટીમને જીત અપાવી હતી.

1 / 6
WPL 2025ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને 8 રનના નાનકડા સ્કોરથી હાર આપી છે. આ સીઝનમાં તે વિજેતા બની ગઈ છે. ફાઈનલમાં મુંબઈ યોગ્ય સમયે વિકેટ લીધી અને આ કારણે દિલ્હીની ટીમ નાનો ટાર્ગેટ પૂર્ણ કરી શકી નહી,

2 / 6
મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર 141 રન જ બનાવી શકી હતી.મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ખિતાબ જીત્યા બાદ પ્રાઈઝ મની તરીકે 6 કરોડ રુપિયા મળ્યા છે.

3 / 6
 જ્યારે મુંબઈ સામે હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમને 3 કરોડ રુપિયા મળ્યા છે. ગત્ત વખતે પણ વિજેતા અને  રનર અપને સમાન  રકમ આપવામાં આવી હતી.

4 / 6
તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સને હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં બીજા WPL ખિતાબ જીત્યો છે. આ પહેલા વર્ષ 2023માં મુંબઈની ટીમે દિલ્હી કેપિટલ્સને હરાવી ચેમ્પિયન બનાવી હતી. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમ ટાઈટલ જીતી શકી નહી.

5 / 6
 અત્યાર સુધી, WPLની ત્રણ સીઝન રમાઈ છે અને ત્રણેય વખત દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશ્યું છે, પરંતુ તે એક પણ વખત ટાઇટલ જીતી શક્યું નથી. દર વખતે તેનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થયું છે.

6 / 6
મુંબઈએ લીગની ત્રીજી સીઝનમાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવીને ફરીથી ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ સાથે મુંબઈ આ લીગના ટૂંકા ઇતિહાસમાં સૌથી સફળ ટીમ બની ગઈ છે અને હરમનપ્રીત કૌર સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે.

Next Photo Gallery