
વુમન્સ પ્રીમિયર લીગ 2026ની ચોથી સીઝનની શરુઆત 9 જાન્યુઆરીથી થઈ ચૂકી છે. આ સીઝન 5 ટીમ વચ્ચે રમાશે. જેમાં 28 દિવસમાં કુલ 22 મેચ રમાશે. આ દરમિયાન ડબલ હેડરની મેચ પણ જોવા મળશે.

વુમન્સ પ્રીમિયર લીગ 2026ની 14મી મેચ ગુજરાત ટાઈટન્સે યુપી વોરિયર્સને 45 રનના મોટા અંતરથી હરાવ્યું છે. ગુજરાતની કેપ્ટન ગાર્ડનરે ટીમની બોલિંગના ખુબ વખાણ કર્યા હતા. તો ચાલો જોઈએ પોઈન્ટ ટેબલમાં શું ફેરફાર થયો છે

આ જીત સાથે ગુજરાત જાયન્ટસની ટીમ 6 અંક સાથે વુમન્સ પ્રીમિયર લીગ 2026ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. સ્મૃતિ મંધાનાની ટીમ હજુ પણ 10 પોઈન્ટ સાથે ટોપ પર છે.

ત્રીજા સ્થાને 4 પોઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સના પણ આટલા પોઈન્ટ છે. પરંતુ રન રેટમાં પાછળ રહેવાના કારણે ક્રમશ ચોથા અને પાંચમા નંબર પર છે.

ગુજરાત જાયન્ટસે 6 મેચ રમી છે. 3 મેચમાં તેને જીત મળી છે. તો આટલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત જાયન્ટસના ખાતામાં કુલ 6 પોઈન્ટ છે.

તમને જણાવી દઈએ કે,WPL 2026 પ્લેઓફમાં કુલ 3 ટીમ એન્ટ્રી કરશે. પોઈન્ટ ડટેબલની ટોપર સીધી ફાઈનલમાં એન્ટ્રી કરશે. તો બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.