WPL 2025 : ગુજરાતના આ શહેરમાં યોજાઈ શકે છે મહિલા IPLની ફાઈનલ, જુઓ ફોટો
WPLની ત્રીજી સીઝન 2 શહેર વડોદરા અને લખનૌમાં રમાવાની સંપૂર્ણ શક્યતા છે. બીસીસીઆઈએ સંભવિત તારીખ 6 અને 7 ફ્રેબુઆરી રાખી છે. મહિલા આઈપીએલની ફાઈનલનું આયોજન વડોદરામાં થવાની શકયતા છે.
1 / 6
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ત્રીજી સીઝન બે શહેરોમાં બે તબક્કામાં યોજાવાની છે, જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) બરોડા અને લખનૌને સંભવિત સ્થળો તરીકે પસંદ કરી શકે છે. સિઝન 6 અથવા 7 ફેબ્રુઆરીએ શરૂ થવાની આશા છે, મીડિયા રિપોર્ટ મુજબ બરોડા (વડોદરા)માં ફાઇનલ યોજાય શકે છે.
2 / 6
બીસીસીઆઈએ અત્યારસુધી 5 ફ્રેન્ચાઈઝીને તારીખ અને સ્થળોની આધિકારિક પુષ્ટિ કરી નથી.એવું માનવામાં આવે છે કે બોર્ડે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સાથે અનૌપચારિક ચર્ચા કરી છે. આગામી દિવસોમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે.
3 / 6
વડોદરામાં હાલમાં એક આંતરરાષ્ટ્રીય સુવિધાવાલું કોટાંબી સ્ટેડિયમ તૈયાર કર્યું છે. બીસીસીઆઈએ આ સ્થળ પર ડબલ્યુપીએલ આયોજિત કરી શકે છે. ગત્ત મહિને ઉદ્ધાટન કરવામાં આવેલા આ સ્ટેડિયમમાં હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 3 મહિલા વનડે મેચની યજમાની પણ કરવામાં આવી હતી.
4 / 6
આ ટૂર્નામેન્ટમાં કુલ 5 ટીમ રમે છે. 3 ટીમ મેજબાન રહી ચૂકી છે. ત્યારે હવે ગુજરાત અને યુપીની ટીમને યજમાની સોંપવામાં આવી શકે છે.
5 / 6
23 મેચને ડબલ્યુપીએલને બીસીસીઆઈ 2 તબક્કામાં આયોજિત કરવા માંગે છે. જેનાથી આ સ્ટેડિયમની સુવિધાઓને અંતિમ રુપ આપવા માટે થોડો સમય મળશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ટૂર્નામેન્ટની ફાઈનલ 8-9 માર્ચની આસપાસ થઈ શકે છે.
6 / 6
તમને જણાવી દઈએ કે લીગની ઉદઘાટન સીઝન સંપૂર્ણપણે મુંબઈમાં યોજાઈ હતી, પરંતુ બીજી સીઝન બેંગ્લોર અને દિલ્હી દ્વારા યોજવામાં આવી હતી. હાલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટુર્નામેન્ટની વિજેતા છે.
Published On - 12:11 pm, Wed, 8 January 25