
યુપી વોરિયર્સને જીતવા માટે 199 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે યુપીની ટીમ 20 ઓવરમાં 175 રન જ કરી શકી હતી. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, જ્યારે એલિસ પેરીએ 37 બોલમાં 58 રન ફટકાર્યા હતા, જ્યારે બોલિંગમાં સોફી ડિવાઈન, સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરહામ, આશા શોભનાએ બે-બે વિકેટ ઝડપી હતી.