
મહિલા એશિયા કપ 2024ની સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને છે. મેચ શુક્રવારે બપોરે 2 વાગ્યે દામ્બુલામાં શરૂ થશે, જેનું સ્ટારસ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સાંજે 7 વાગ્યે રમાશે.

ભારત માટે શરુઆત મહત્વની રહેશે. જેના માટે શેફાલી ઈચ્છશે કે, સીનિયર જોડીદાર મંધાના પણ સારું પ્રદર્શન કરે.આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલની ટિકિટ મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.