Women’s Asia Cup 2024 : ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે તૈયાર થઈ જાઓ, ભારત 7 વખત રહી ચૂક્યુ છે ચેમ્પિયન

|

Jul 19, 2024 | 1:53 PM

મહિલાઓના એશિયા કપનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 19 જુલાઈ આજે રમશે. તો ચાલો જોઈએ ટીમનું શેડ્યૂલ.ફાઈનલ મેચ 28 જૂલાઈના રોજ રમાશે.

1 / 5
 મહિલા એશિયા કપનું આયોજન આ વખતે શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે ટૂર્નામેન્ટની શરુઆત 19 જુલાઈથી થશે. આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. આ 8 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ભારત, પાકિસ્તાન,યુએસઈ અને નેપાલની ટીમ ગ્રુપ એમાં છે.

2 / 5
જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને થાઈલેન્ડને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે અને ફાઈનલ મેચ 28 જૂલાઈના રોજ રમાશે.

3 / 5
 આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતીય ટીમ એશિયા કપની ગત્ત વખતની ચેમ્પિયન છે.એશિયાઈ ચેમ્પિયનનો તાજ પહેરવા માટે કુલ 15  મેચ રમાશે. આ તમામ મેચ દાંબુલાના રંગિરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

4 / 5
ભારત 7 વખચ ચેમ્પિયન રહી ચૂકી છે જ્યારે બાંગ્લાદેશ 2018માં ભારતને હરાવી એક વખત ટ્રોફી જીતી છે. ઈતિહાસમાં પહેલી વખત 8 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં નેપાળે 2016ની સીઝ બાદ પહેલી વખત ક્વોલિફાય કર્યું છે. 19 જૂલાઈથી ટૂર્નામેન્ટ શરુ થશે. આ તમામ મેચ બપોરના 2 કલાક અને સાંજે 7 કલાકથી શરુ થશે.

5 / 5
ભારત  : હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રિચા ધોષ, ઉમા છેત્રી, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર,દયાલન હેમલતા,આશા સોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજીવન

Published On - 11:57 am, Fri, 19 July 24

Next Photo Gallery