
ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં પાછા ફરવા માટે ઉત્સુક છે. તે આ માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, તેણે આ માટે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે.

પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટ કોહલીએ આ ફિટનેસ ટેસ્ટ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ને બદલે બીજે ક્યાંક આપ્યો છે.

એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. તે વિદેશી ધરતી પર ફિટનેસ ટેસ્ટ આપનાર વર્તમાન ખેલાડીઓમાં પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.

કોહલી હાલ પરિવાર સાથે લંડનમાં છે, જેથી કોહલીએ પહેલાથી જ ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટ આપવા માટે BCCI પાસેથી પરવાનગી લઈ લીધી હતી. કોહલીએ બોર્ડની દેખરેખ હેઠળ ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટ આપ્યો છે.

BCCI ફિઝિયોથેરાપિસ્ટ અને સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચની ટીમે બોર્ડને તમામ ખેલાડીઓનો ફિટનેસ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં કોહલીનો રિપોર્ટ પણ સામેલ હતો. (All Photo Credit : PTI / GETTY)