
આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડને સિરીઝ જીતવા માટે ફક્ત એક વધુ ડ્રો કરવાની જરૂર છે. જો તે મેચ જીતી જાય છે, તો જીતનું અંતર 3-1 થશે. બીજી બાજુ ટીમ ઈન્ડિયા હવે આ સીરિઝને પોતાને નામ કરી શકશે નહી પરંતુ તેની પાસે ડ્રો કરવાની મોટી તક છે.

જો ભારતીય ટીમ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 5મી ટેસ્ટ જીતી જાય છે તો સીરિઝ બરાબરી પર પૂર્ણ થશે પરંતુ મેચ ડ્રો પણ રહે છે તો પણ ટીમ ઈન્ડિયા સિરીઝ હારી જશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે જો બંને ટીમો વચ્ચે સિરીઝ 2-2 થી ડ્રોમાં સમાપ્ત થાય છે, તો શું ટ્રોફી ઈંગ્લેન્ડમાં રહેશે કે તે ટીમ ઈન્ડિયા સાથે ભારતમાં આવશે?

તમને જણાવી દઈએ કે, બંન્ને ટીમ વચ્ચે કોઈ ટેસ્ટ સીરિઝ ડ્રો થાય છે તો ટ્રોફીએ ટીમને આપવામાં આવે છે. જેમણે છેલ્લી વખત આ ટ્રોફી જીતી હોય. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એન્ડરસન -તેંડુલકર ટ્રોફી જેમણે પહેલા પટૌડી ટ્રોફી કહેવામાં આવતી હતી. તો આ સીરિઝ વર્ષ 2021-22માં રમાઈ હતી. ત્યારે આ સીરિઝ બરાબરી પર પૂર્ણ થઈ હતી.

આ પહેલા આ સીરિઝ 2018માં રમાઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડે 4-1થી જીત મેળવી હતી. ત્યારથી આ ટ્રોફી ઈંગ્લેન્ડની પાસે છે અને આ વખતે પણ સીરિઝ ડ્રો થાય ચે તો ઈંગ્લેન્ડ પાસે ટ્રોફી રહેશે.
Published On - 10:35 am, Tue, 29 July 25