
25 વર્ષના યશે ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. લખનૌએ તેમને ઓક્શનમાં 45 લાખ રુપિયામાં પોતાની ટીમમાં લીધો છે.

યશ ઠાકુર હાલમાં પૂર્ણ થયેલી રણજી ટ્રોફીની ફાઈનલમાં વિદર્ભની ટીમનો ભાગ હતો. તેમણે ફાઈનલમાં 6 અને સેમિફાઈનલમાં પણ 6 વિકેટ લીધી હતી. આ સીઝનમાં તેમણે 7 મેચમાં 27 વિકેટ લીધી હતી. 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 67 જ્યારે 37 લિસ્ટ એ મેચમાં 54 વિકેટ છે. 49 ટી 20માં યશ 74 વિકેટ લઈ ચૂક્યો છે.