
આઈપીએલના મેગા ઓક્શનની વાત કરીએ તો કોલકત્તા નાઈટ રાઈડર્સે તેના માટે 23.75 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ પહેલા તે આઈપીએલમાં અંદાજે 25 કરોડ રુપિયા કમાય ચુક્યો છે. તેઓ સ્થાનિક મેચોમાંથી પણ કમાણી કરે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ એડ દ્વારા પણ પૈસા કમાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ તમામ સ્ટાર સાથે મલી અત્યારસુધી અંદાજે 50 કરોડ રુપિયાની સંપત્તિનો માલિક બની ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, એમબીએની ડિગ્રી પુરી થયા બાદ વેંકટેશ અય્યર મલ્ટીનેશનલ કંપનીમાંથી એક જોબ ઓફર પણ આવી હતી. પરંતુ તેમણે ક્રિકેટ માટે નોકરીને ઠુકરાવી દીધી છે.

વેંકટેશ અય્યર એક મલ્ટિ ટેલેન્ટેડ ક્રિકેટર છે. અભ્યાસમાં ઢગલા બંધ ડિગ્રીઓ મેળવી છે. તે ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહે છે. ડાબા હાથથી બેટિંગ કરવા ઉપરાંત તે જમણા હાથથી સ્પિન બોલિંગ પણ કરે છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 2 વનડે અને 9 ટી20 મેચ રમી છે.

હવે આપણે તેના ફર્સ્ટ ક્લાસ મેચની વાત કરીએ તો તેમણે 40ની સરેરાશથી 1536 રન બનાવ્યાની સાથે 17 વિકેટ લીધી છે.

લિસ્ટ એમાં તેમણે 49 મેચમાં 1544 રન બનાવવાની સાથે 27 વિકેટ અને ટી20ની 124 મેચમાં 140ની સ્ટ્રાઈક રેટથી 2896 રન અને 49 વિકેટ લીધી છે.