કોણ છે દેવજીત સૈકિયા, જે આજે BCCI ના નવા સેક્રેટરી બનશે?
Devajit Saikia : જય શાહ ડિસેમ્બર 2024માં આઈસીસી ચેરમેન બન્યા બાદ BCCIનું સચિવ પદ ખાલી છે. આ દરમિયાન બોર્ડના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયા વચગાળાના સચિવની ભૂમિકા ભજવી રહ્યા હતા. જે બાદ તેમણે ચૂંટણીમાં પોતાનું ઉમેદવારીપત્ર પણ ભર્યું અને અહીં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવવાના છે.
1 / 6
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માટે રવિવાર 12 જાન્યુઆરીનો દિવસ ખુબ ખાસ રહેવાનો છે. અંદાજે ડોઢ મહિનાના લાંબા સમય બાદ દુનિયાની સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એક નવા સચિવ એટલે કે, સેક્રેટરી મળવાની છે. ભારતીય બોર્ડમાં સૌથી તાકતવર પોઝિશન છે. આ પદ પર સચિવ તરીકે દેવજીત સૈકિયાનું નામ લેવામાં આવી રહ્યું છે.
2 / 6
દેવજીત સૈકિયા જે છેલ્લા 2 વર્ષથી વધારે સમયથી બીસીસીઆઈ સાથે જોડાયેલા છે. રવિવારના રોજ બીસીસીઆઈની એક સ્પેશિયલ જનરલ મીટિંગમાં સાઈકિયાના નામની જાહેરાત થઈ શકે છે.
3 / 6
રવિવારે ખાસ સામાન્ય સભા દરમિયાન BCCI રાજ્ય એકમો નવા નિયુક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના પ્રમુખ જય શાહનું સન્માન કરશે.
4 / 6
ત્યારે દેશના દરેક ક્રિકેટ ચાહક પણ એ જાણવા માંગે છે કે, દેવજીત સૈકિયા કોણ છે. તે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના સૌથી શક્તિશાળી પદ પર કેવી રીતે પહોંચ્યા?
5 / 6
દેવજીત સૈકિયા અંદાજે 56 વર્ષ છે. જે ફર્સ્ટ ક્લાસના ક્રિકેટર રહી ચૂક્યા છે. એપ્રિલ 1969માં આસામના ગુવાહાટીમાં જન્મેલા અને ઉછરેલા, સૈકિયાએ તેમના શાળા અને કોલેજના દિવસોમાં ક્રિકેટ રમતા હતા.
6 / 6
તેમણે આસામ રાજ્ય ટીમમાં પણ સ્થાન મેળવ્યું અને 4 રણજી ટ્રોફી મેચ રમી. સૈકિયા મુખ્યત્વે વિકેટકીપર તરીકે રમતા હતા અને મધ્યમ ક્રમના બેટ્સમેન પણ હતા.
Published On - 10:18 am, Sun, 12 January 25