
14 મેના રોજ ટિકિટ એ ચાહકોને મળી શકશે. જેની પાસે રુપે કાર્ડ છે. જેની પાસે રુપે કાર્ડ નથી તે લોકો 15 તારીખથી ટિકિટ ખરીદી શકે છે. ફાઈનલ માટે ટિકિટ 20 મેથી મળશે.

આઈપીએલ પ્લેઓફ મેચ 21 મેના રોજ શરુ થશે. પહેલી ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદમાં રમાશે. ત્યારબાદ એલિમિનેટર મેચ 22 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ ચેન્નાઈના મેદાનમાં 24 મેના રોજ રમાશે. આઈપીએલ 2024 ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈના મેદાનમાં રમાશે.