ICC Rule Book EP 29: ક્રિકેટમાં વિકેટ તૂટી એવું ક્યારે ગણાય છે?

ક્રિકેટમાં જેટલું મહત્ત્વ બેટ્સમેન, બોલર કે ફીલ્ડરનું હોય છે, તેટલું જ મહત્વ વિકેટનું પણ હોય છે. વિકેટનું તૂટવુ એ ઘણીવાર એક ઈનિંગના કે મેચના ફેર ફટકારવાનું કારણ બની શકે છે. પરંતુ તમને ખબર છે કે વિકેટ તૂટી એવું ક્યારે ગણાય છે, એ પણ ICC/MCC ની રૂલબુક દ્વારા સ્પષ્ટ રીતે નિર્ધારિત છે? આજે આપણે જાણીશું ICC અથવા MCC રૂલબુક મુજબ નિયમ નંબર 29 – “The Wicket is Broken” શું છે અને કઈ સ્થિતિમાં તે લાગુ પડે છે.

| Updated on: Aug 27, 2025 | 8:57 PM
1 / 5
ICC રૂલબુક મુજબ, જ્યારે બેલ સ્ટમ્પની ઉપરથી હટી જાય અથવા સ્ટમ્પ જમીનમાંથી બહાર આવી જાય, ત્યારે તેને "Wicket is Broken" માનવામાં આવે છે.

2 / 5
નિયમ અનુસાર, જ્યારે બોલ સ્ટમ્પ્સને અડે અને બેલ નીચે પડે, જો બેટ્સમેન પોતે સ્ટમ્પ્સ સાથે ટકરાઈ જાય, જો ફીલ્ડર બોલ પકડીને સ્ટમ્પ પર પડે, અને કોઈ પણ વસ્તુ (જેમ કે કપડા, કેપ વગેરે) દ્વારા જો બોલ સ્ટમ્પ્સને અડે અને બેલ્સ પડે ત્યારે "Wicket is Broken" માનવામાં આવે છે.

3 / 5
જો બેલ પહેલેથી જ નીચે પડેલી હોય, તો બચેલી બેલને નીચે પાડી અને જો બને બેલ્સ નીચે હોય તો સ્ટમ્પને જમીનમાંથી બહાર કાઢી આઉટ કરી શકાય છે ત્યારે પણ   Wicket is Broken એવું માનવામાં આવે છે. બેલ માત્ર હલવાથી નહીં, પરંતુ સંપૂર્ણ રીતે ઉપરથી હટાવું પડે ત્યારે જ Wicket is Broken ગણાય છે.

4 / 5
અમુક વાતાવરણ જેવી કે પવન વધારે હોય ત્યારે અમ્પાયર બેલ્સ વિના રમત ચલાવવાની મંજૂરી આપી શકે છે. આવી સ્થિતિમાં, અમ્પાયર નિર્ધારિત કરશે કે Wicket is Broken લાગુ થશે કે નહીં. અમ્પાયર બોલ સ્ટમ્પને અથડાઈ છે કે નહીં, અથવા સ્ટમ્પ ખસ્યું કે નહીં ગયું છે કે નહીં તે આધારે નિર્ણય લે છે.

5 / 5
જ્યારે બેલ નીચે પડે છે અથવા સ્ટમ્પ જમીનમાંથી ઉપડી જાય છે, ત્યારે wicket ‘broken’ ગણાય છે. આ નિયમ ઘણીવાર આઉટ આપતી વખતે કે રનઆઉટની સ્થિતિમાં અમ્પાયર દ્વારા નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાય છે.. (All Photo Credit : PTI / ICC / MCC / X)