રોહિત અને વિરાટના વર્તમાન ફોર્મ અને તેમની નિવૃત્તિ વિશે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ લેહમેને કહ્યું, 'જુઓ, જ્યારે પણ તેઓ નિવૃત્તિ લેવાનું નક્કી કરે છે અને આગામી થોડા દિવસોમાં જે પણ થશે, તે સ્વાભાવિક છે. લાંબા સમયથી ભારત માટે તેઓ મહાન ખેલાડી રહ્યા છે. જ્યારે પણ આ બંને ખેલાડીઓ નિવૃત્તિ લેવાનો નિર્ણય લેશે, ત્યારે એટલા પ્રતિભાશાળી યુવાનો હશે કે જે ભારતીય ક્રિકેટને વધુ સારી સ્થિતિમાં લાવશે.