ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની પહેલી 2 મેચ જીતી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરુઆત કરી હતી પરંતુ રાજકોટમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ખેલાડીઓ ફેલ રહ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં અજય લીડ મેળવવાની એક મોટી તક ગુમાવી દીધી. ભારતે હવે સીરિઝમાં જીત માટે રાહ જોવી પડશે. રાજકોટમાં ભારતીય બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. બોલર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી પરંતુ અન્ય બોલરોએ નિરાશ કર્યા હતા.
ટી20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી પર થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર કરવામાં આવશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ચોથી મેચ 31 જાન્યુઆરીના રોજ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે.
હવે સવાલ એ ઉઠે છે કે, શું કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કાંઈ ફેરફાર કરશે કે પછી આ ટીમ સાથે સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે.