
પરંતુ આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો સતત 2 સદી ફટાર્યા બાદ તે એ સ્થાને છે. જેમાં વધુ એક સદી તેમને ક્રિકેટ ઈતિહામાં એક ખાસ સ્થાન અપાવશે. તેની પાસે વનડે ક્રિકેટમાં સદી ફટકારવાની તક છે.

વિરાટ કોહલીએ પોતાના આખા વનડે કરિયરમાં અત્યારસુધી માત્ર એક વખત સતત 3 સદી ફટકારી છે. આ કારનામું તેમણે 2018માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતુ. જો તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ છેલ્લી મેચમાં સદી ફટકારે છે. તો આ તેના કરિયરની બીજી સદીની હેટ્રિક હશે.

મહત્વની વાત એ છે કે, વિરાટ કોહલીએ વર્ષ 2018માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ સદીની હેટ્રિક ફટકારી હતી.જેમાંથી એક સદી વિશાખાપટ્ટનમમાં ફટકારી હતી. તેમણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં અણનમ 157 રન બનાવ્યા હતા. હવે 7 વર્ષ બાદ આ મેદાન પર વિરાટ પાસે ઈતિહાસ રચવાની તક છે.