
વિરાટે T20માં 7 સપ્ટેમ્બર 2014થી લઈને સતત 1202 દિવસ સુધી ICC રેન્કિંગમાં નંબર વન પોઝિશન જાળવી હતી. આ દરમિયાન તેણે જે સ્થિરતા દર્શાવી તે કોઈ માટે સરળ ન હતી. હાલના સમયમાં T20માં શ્રેષ્ઠ રેટિંગ ધરાવતા ખેલાડીઓમાં તે ડેવિડ માલન (919) અને સુર્યકુમાર યાદવ (912) પછી ત્રીજા ક્રમે છે.

ICCના લેટેસ્ટ T20 રેન્કિંગ અનુસાર, ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) 856 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારતનો અભિષેક શર્મા 829 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને તિલક વર્મા 804 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. વિરાટ કોહલીએ ભલે હવે T20 રમી રહ્યો નથી, છતાં તેનો રેકોર્ડ અને દબદબો હજુ પણ અતૂટ છે. (All Photo Credit : PTI)