
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત 2013માં એક શેમ્પૂ બ્રાન્ડના શૂટિંગ દરમિયાન થઈ હતી. અનુષ્કા શર્માને મળ્યા પહેલા જ વિરાટ કોહલી તેનો ફેન હતો, જેનો પુરાવો તેને સ્ટેજ પર શાહરુખ ખાનને પણ આપ્યો હતો. વિરાટે પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે અનુષ્કા શર્માને પહેલીવાર મળ્યો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો.

પોતાની નર્વસનેસને દૂર કરવા માટે વિરાટે અનુષ્કા સામે આવી મજાક કરી હતી, જેને સાંભળીને એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી. વિરાટે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે એડ શૂટ દરમિયાન અનુષ્કાને પહેલીવાર મળ્યો હતો ત્યારે તેને અનુષ્કાની હાઈટ અને તેની હીલ્સની મજાક ઉડાવી હતી. તેને એક્ટ્રેસને કહ્યું હતું કે તને નથી લાગતું કે તારી હીલ્સ બહુ ઊંચી છે.

વિરાટે કહ્યું કે આ સાંભળીને અનુષ્કા થોડી ગુસ્સે થઈ ગઈ અને તેણે તરત જ 'એેક્સક્યૂઝ મી' કહીને જવાબ આપ્યો. પરંતુ ધીમે-ધીમે બંને એકબીજાને સમજી ગયા ત્યારે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. 2014માં અનુષ્કા શર્મા વિરાટ કોહલીની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ત્યારે તેમના સંબંધો અંગે અફવાઓ ઉડી હતી.

વિરાટ અને અનુષ્કાના લગ્ન પહેલા તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. જ્યારે અનુષ્કા અને વિરાટના અલગ થવાના સમાચારે જોર પકડ્યું ત્યારે અનુષ્કા શર્મા સલમાન ખાન સાથે ફિલ્મ 'સુલતાન'નું શૂટિંગ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાને બંનેને પોતાના ઘરે બોલાવ્યા હતા અને બંનેનું સમાધાન કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.
Published On - 7:32 pm, Mon, 11 December 23