
ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની સફળતાનો શ્રેય રોહિતને આપ્યો. 7 ઓક્ટોબરે મુંબઈમાં CEAT એવોર્ડ સમારોહમાં T20 ઈન્ટરનેશનલ બોલર ઓફ ધ યર તરીકે પસંદ કરાયેલા ચક્રવર્તીએ કહ્યું કે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગીની અપેક્ષા નહોતી. તે રોહિતનો આભારી છે કે તેણે વિશ્વાસ કર્યો અને તક આપી.

વરુણ ચક્રવર્તીએ છેલ્લે આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે વનડે રમી હતી. તેણે અત્યાર સુધીમાં ફક્ત ચાર વનડે રમી છે, જેમાં તેણે 10 વિકેટ લીધી છે, જેમાંથી નવ વિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં લીધી છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભલે વરુણ ચક્રવર્તીની ODI ટીમમાં પસંદગી ન થઈ હોય, પરંતુ તેને T20I શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે તાજેતરના T20I એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વરુણ ચક્રવર્તીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. (All Photo Credit : PTI / GETTY)