
રિંકુ સિંહને કેપ્ટન બનાવવાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેની IPL ફ્રેન્ચાઈઝી અને વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટનની શોધમાં છે. કોલકાતાએ ટાઈટલ વિજેતા કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કર્યો હતો. ત્યારથી કોને સુકાની બનાવવામાં આવશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. જો કે ટીમ પાસે વેંકટેશ અય્યર અને અજિંક્ય રહાણે જેવા વિકલ્પો પણ છે, પરંતુ જો રિંકુ વિજય હજારે ટ્રોફીમાં પોતાના પ્રદર્શનની સાથે કેપ્ટનશિપથી ટીમને સફળતા અપાવશે તો તેનો દાવો પણ મજબૂત થઈ શકે છે.

ESPN-Cricinfoના રિપોર્ટ અનુસાર, માત્ર કેપ્ટનશિપ જ નહીં પરંતુ રિંકુ સિંહ બોલિંગમાં પણ હાથ અજમાવી રહ્યો છે અને આ કામમાં પણ પોતાને એક્સપર્ટ બનાવવા માંગે છે. રિંકુ સિંહ થોડા મહિના પહેલા જ યોજાયેલી UP T20 લીગમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જ્યાં તે મેરઠ માવેરિક્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ભારતની T20 ટીમમાં ઓલરાઉન્ડરોની વધતી સંખ્યાને જોતા રિંકુ હવે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે આ મોરચે પોતાને મજબૂત કરવા માંગે છે. (All Photo Credit : PTI / Instagram)
Published On - 7:44 pm, Fri, 20 December 24