
209 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડની બેટિંગ ટાર્ગેટ સામે ક્યાંય રોકી શકી નહોતી. લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લા અને વૈષ્ણવી શર્માએ સાથે મળીને 13 રનમાં 7 વિકેટ ગુમાવી લીધી હતી. અંતમાં સદી ફટકારનાર ત્રિશાએ બોલ સાથે પણ કમાલ કરી ત્રણ વિકેટ લીધી અને સ્કોટલેન્ડની ઈનિંગનો અંત આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ આ જીત પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ સ્કોટલેન્ડને હરાવવાથી ખેલાડીઓનું મનોબળ વધુ મજબૂત બનશે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી કુલ પાંચ મેચ રમી છે અને તમામ પાંચ મેચ જીતી છે.

ભારતીય ટીમે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ પછી યજમાન મલેશિયાનો ભારત સામે 10 વિકેટે પરાજય થયો હતો. શ્રીલંકા પણ ટીમ ઈન્ડિયા સામે 60 રનથી હારી ગયું હતું. સુપર સિક્સ ગ્રુપ 1 રાઉન્ડની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે અને હવે સ્કોટલેન્ડને 150 રનથી હરાવ્યું છે. (All Photo Credit : X / BCCI / GETTY)
Published On - 4:13 pm, Tue, 28 January 25