
U19 World Cup 2026 Points Table : અંડર 19 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ શનિવાર 17 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ રોમાંચક જીત મેળવી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ અંડર-19 વર્લ્ડકની સુપર-6 માટે ક્વોલિફાય કર્યું છે.

આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. જેમાંથી ટીમ ઈન્ડિયા સુપર-6 માટે ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની છે.

ભારતે બાંગ્લાદેશ પહેલા યુએસએને પણ હરાવ્યું છે. આ જીત પછી ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં હજુ પણ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.તો ચાલો આપણે જોઈએ પોઈન્ટ ટેબલમાં ટીમની શું હાલત છે.

અંડર-19 વર્લ્ડકપમાં હાલમાં ગ્રુપ સ્ટેજની મેચ ચાલી રહી છે. 16 ટીમો 4-4ની ગ્રુપમાં સામેલ છે. ગ્રુપ બીમાં ભારત પહેલા સ્થાને છે. ગ્રુપ સીમાં ઈંગ્લેન્ડ, ગ્રુપ એમાં શ્રીલંકા અને ગ્રુપ ડીમાં વેસ્ટઈન્ડિઝ પ્રથમ સ્થાને છે.

અન્ય ટીમોની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની ટીમ ગ્રુપ બીમાં તળિયે છે. ગ્રુપ બીમાં સ્કોટલેન્ડ બીજા સ્થાને ઝિમ્બાબ્વે ત્રીજા સ્થાને છે.

ભારતે 17 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે અંડર-19 વર્લ્ડ કપ 2026 ની મેચ ડકવર્થ-લુઇસના આધારે 18 રનથી જીતી હતી.4 જાન્યુઆરી ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડકપમાં રમાશે.