બે વર્લ્ડ કપ, ત્રણ ICC ટ્રોફી, છતાં MS ધોનીને નથી મળ્યો અર્જુન એવોર્ડ, જાણો કેમ?
ખેલ જગતમાં શ્રેષ્ઠ યોગદાન અને વિશેષ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવતો બીજા સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓમાં આ વર્ષે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ સામેલ હતું. શમી સિવાય અનેક ભારતીય ક્રિકેટરોને આ સન્માન મળ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ વિશેષ એવોર્ડ ભારતના સૌથી સફળ અને બે વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નથી મળ્યો. આ પાછળ પણ એક વિશેષ કારણ જવાબદાર છે.
1 / 6
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના સૌથી સફળ ક્રિકેટર અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં વિશેષ યોદગાન બદલ એક એવોર્ડ મળ્યા છે. પંરતુ એક એવોર્ડ એવો છે જે અનેક સ્ટાર ભારતીય ક્રિકેટરોને મળ્યો છે પરંતુ ધોનીને નથી મળ્યો.
2 / 6
ધોનીને તેની આંતરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન અને ત્યાર બાદ પણ એક એવો વિશેષ એવોર્ડ છે જે નથી મળ્યો અને એ છે 'અર્જુન એવોર્ડ'. આ એવોર્ડ કોઈ પણ રમતમાં ખેલાડીને તેના વિશેષ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે.
3 / 6
વર્ષ 2024માં મોહમ્મદ શમીને વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને અન્ય ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલિંગ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શમી પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીરથી લઈ અનેક સ્ટાર ભારતીય ક્રિકેટરોને અર્જુન એવોર્ડ મળ્યો છે. પરંતુ ધોનીને આ વિશેષ સન્માન નથી મળ્યું.
4 / 6
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વિશ્વ કપ, 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ સિવાય ધોનીએ તેની કારકિર્દીમાં 350 ODI, 90 ટેસ્ટ અને 98 T20 મેચો રમી છે અને કુલ 17 હજારથી વધુ રન બનાવ્યા છે. તે ભારતનો સૌથી સફળ વિકેટ કીપર અને કેપ્ટન છે. છતાં ધોનીને અર્જુન એવોર્ડ નથી મળ્યો.
5 / 6
ધોનીને અર્જુન એવોર્ડ ન મળવા પાછળ એક વિશેષ કારણ જવાબદાર છે. ધોનીને અર્જુન એવોર્ડ પહેલા રમત જગતનો ભારત સરકારનો સૌથી સન્માનિત 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' (મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર) મળ્યો હતો. જેથી ધોનીને અર્જુન એવોર્ડ ના મળ્યો.
6 / 6
2007માં ભારતે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વર્ષ 2008માં જ ધોનીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મળી ગયો હતો. આ એવોર્ડ સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે, જે ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ધોનીને આ એવોર્ડ બહુ જ જલ્દી મળી ગયો હતો, એવામાં આ એવોર્ડથી નીચેનો એવોર્ડ ધોનીને આપવાનો કોઈ સવાલ ન હતો. એટલા માટે જ મહેન્દ્ર સિંહ ધોનીને ક્યારેય અર્જુન એવોર્ડ મળ્યો નથી