
એક બોલ પર બે વિકેટ! : આ નિયમ અનુસાર જો બેટ્સમેન 3 મિનિટમાં ક્રિઝ પર હાજર ના હોય અને ફિલ્ડિંગ કરી રહેલ ટીમના કપ્તાન ટાઈમ આઉટ અપીલ પર કરે તો ફિલ્ડ અમ્પાયર સમયની ચકાસણી કરી થર્ડ અમ્પાયર સાથે ચર્ચા કર્યા બાદ બેટ્સમેનને આઉટ આપી શકે છે અને આ રીતે એક બોલમાં બે વિકેટ થઈ શકે છે.

આવું પહેલા ક્યારેય થયું છે? : ક્રિકેટ ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું છે. ભારતમાં યોજાયેલ વનડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચમાં. જેમાં સિનિયર શ્રીલંકન ખેલાડી એન્જેલો મેથ્યૂસ ટાઈમ આઉટ થયો હતો. જે બાદ મોટો વિવાદ પણ થયો હતો.
Published On - 12:42 pm, Mon, 4 December 23