T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય, નંબર વન બોલરનું ટીમ ઈન્ડિયામાં સ્થાન જોખમમાં

|

Apr 25, 2024 | 11:05 PM

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીયોની યાદીમાં જેનું નામ ટોચ પર છે, તેની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ટીમ ઈન્ડિયામાં પસંદગી થવાની શક્યતાઓ નહિવત છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે ખેલાડીના નામે સૌથી વધુ વિકેટ છે તેને ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ થઈ રહી છે.

1 / 5
આર. અશ્વિનઃ અશ્વિને T20 વર્લ્ડ કપમાં રમાયેલી 24 મેચમાં 32 વિકેટ પોતાના નામે કરી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 17.25 અને ઈકોનોમી 6.49 રહી છે. પરંતુ, જો આપણે IPL 2024માં તેના વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો, તે અત્યાર સુધી માત્ર 1 વિકેટ લઈ શક્યો છે.

2 / 5
રવીન્દ્ર જાડેજાઃ અશ્વિન બાદ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર રવીન્દ્ર જાડેજા છે. જાડેજાએ 22 મેચમાં 25.19ની એવરેજ અને 7.19ની ઈકોનોમીથી 21 વિકેટ લીધી છે.

3 / 5
ઈરફાન પઠાણઃ પૂર્વ ભારતીય ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે 15 મેચમાં 16 વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપમાં ઈરફાનની એવરેજ 20.06 અને ઈકોનોમી રેટ 7.46 છે.

4 / 5
હરભજન સિંહઃ હરભજન સિંહે T20 વર્લ્ડ કપમાં પણ 16 વિકેટ ઝડપી છે. પરંતુ આ માટે તેણે 19 મેચ રમી છે. હરભજનની એવરેજ 29.25 અને ઈકોનોમી રેટ 6.78 છે.

5 / 5
આશિષ નેહરાઃ T20 વર્લ્ડ કપમાં 10 મેચ રમનાર આશિષ નેહરા 15 વિકેટ સાથે આ ICC ઈવેન્ટમાં પાંચમો સૌથી સફળ ભારતીય બોલર છે. નેહરાએ 17.93 અને 6.89ની ઇકોનોમીમાં 15 વિકેટ લીધી છે.

Next Photo Gallery