
પાકિસ્તાની સ્પિનર અબ્દુલ કાદિરની દીકરી નૂર અમના જે ઉસ્માન કાદિરની બહેન છે. જેમણે ઉમર અકમલ સાથે લગ્ન કર્યા છે. આ રીતે ઉમર અને ઉસ્માન સાળો બનેવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન અકરમ ખાને સબીના અકરમ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ફારુક અહમદે શહરિયા યાસમિન સાથે. આ બંન્ને મહિલાઓ બહેન છે. જેથી અકરમ અને ફારુક સાઢુ ભાઈ છે.

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિક્રમ રાઠોડે આશિષ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા. આશિષે ભારત માટે 1996નો વર્લ્ડ કપ રમ્યો હતો. બંને પંજાબના છે અને પછી કોચિંગમાં જોડાયા હતા.