આ ટીમ WTC ફાઈનલની રેસમાંથી થઈ બહાર, ભારતનો રસ્તો બન્યો સરળ, જાણો નવું સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું વર્તમાન ચક્ર ખૂબ જ રોમાંચક બની ગયું છે. અત્યાર સુધી ફાઈનલમાં જગ્યા બનાવવાની રેસમાં 5 ટીમો હતી, જેમાંથી ન્યુઝીલેન્ડ લગભગ બહાર થઈ ગયું છે. ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ તેમના માટે ફાઈનલમાં પહોંચવું અશક્ય લાગી રહ્યું છે. તો બીજી તરફ ભારત માટે માર્ગ સરળ બન્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો મજબૂત દાવા કરી રહી છે. ચાલો જાણીએ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં શું ફેરફારો થયા છે અને હવે ફાઈનલમાં પહોંચવા માટે ભારત સહિત અન્ય ટીમોએ કેટલી મેચો જીતવી પડશે?
1 / 8
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલની રેસ ઘણી રોમાંચક બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની હાર બાદ એક નવું સમીકરણ સામે આવ્યું છે, જેમાં ન્યુઝીલેન્ડનું કાર્ડ લગભગ ક્લીન માનવામાં આવે છે. પર્થમાં જીત બાદ ટીમ ઈન્ડિયા માટે રસ્તો સરળ લાગી રહ્યો છે.
2 / 8
પર્થ ટેસ્ટમાં જીત બાદ ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે. ટીમ ઈન્ડિયા હાલમાં WTCની ફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર બની ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ જીતી ભારતીય ટીમે 1-0ની સરસાઈ મેળવી છે. આ સિવાય તે પોઈન્ટ ટેબલમાં 61.11 ટકા સાથે ટોપ પર છે.
3 / 8
રોહિત શર્માની ટીમ પાસે હવે 4 મેચ બાકી છે. જો તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 5-0, 4-0, 4-1 અથવા 3-0થી જીતી લે છે, તો ફાઈનલમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. સિરીઝ 3-0થી જીત્યા બાદ ભારત પાસે 62.28 ટકા પોઈન્ટ હશે, એવામાં માત્ર દક્ષિણ આફ્રિકા જ આગળ વધી શકશે.
4 / 8
જો આમ ન થાય અને ભારતીય ટીમ આ શ્રેણી હારી જાય તો પણ તેમની પાસે ફાઈનલમાં જવાની તક રહેશે. જોકે આ પછી તેમણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જો ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-2થી જીતે છે, તો તે આ સર્કલમાં ટોચ પર રહેશે. જ્યારે ભારતના ટકાવારી પોઈન્ટ 53.51 હશે.
5 / 8
આ સ્થિતિમાં, WTC ફાઈનલમાં જવા માટે, ટીમ ઈન્ડિયાને આશા રાખવી પડશે કે ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી 1-1થી ડ્રો કરે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ બાકીની 3 મેચમાંથી 2 હારવી પડશે. જ્યારે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બંને મેચ ડ્રો થવી જોઈએ. આ સાથે ન્યુઝીલેન્ડના 52.38, દક્ષિણ આફ્રિકાના 52.77 અને શ્રીલંકાના 51.28 ટકા પોઈન્ટ્સ થશે. એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફાઈનલમાં પહોંચશે.
6 / 8
પર્થમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ ચોક્કસ વધી ગઈ છે, પરંતુ તેમની પાસે ફાઈનલમાં જવાની તક હજુ પણ છે. હાલમાં તે 57.69 ટકા સાથે ત્રીજા સ્થાને છે. હવે તેમની 6 મેચ બાકી છે. જો કાંગારૂ ટીમ આમાં 5 મેચ જીતે છે તો તેમના 65.79 ટકા પોઈન્ટ થશે. જ્યારે 4 જીત સાથે 1 ડ્રો થાય તો 62.28 ટકા પોઈન્ટ હશે. આ સાથે તે ટોપ-2માં રહેશે અને સીધી ફાઈનલમાં જશે.
7 / 8
બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ સીધી ફાઈનલમાં પહોંચવા માટે બાકીની 3 મેચમાંથી 2 જીતવી પડશે અને 1 ડ્રો કરવી પડશે. આ સિવાય જો શ્રીલંકાની પણ 3 મેચ બાકી છે અને સીધો ફાઈનલમાં જવા માટે તેમને બધી જ મેચ જીતવી પડશે.
8 / 8
જો ન્યુઝીલેન્ડ હજુ પણ ફાઈનલમાં જવા ઈચ્છે છે તો તેમણે આગામી બે મેચમાં ઈંગ્લેન્ડને હરાવવું પડશે. ઉપરાંત, એવી અપેક્ષા રાખવી પડશે કે દક્ષિણ આફ્રિકા 3 માંથી 2 મેચ હારે. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી એક ટીમ ટોપ પર છે અને શ્રીલંકા પણ તેની હોમ ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો કરી છે. જો કે, આવું થવાની આશા ઓછી છે, તેથી ન્યુઝીલેન્ડનું બહાર થવું નિશ્ચિત માનવામાં આવે છે. (All Photo Credits : PTI / GETTY )
Published On - 4:09 pm, Mon, 2 December 24