
એવોર્ડ જીત્યા પછી, શુભમન ગિલે કહ્યું, "જુલાઈ માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદગી પામીને ખૂબ આનંદ થયો. આ વખતે તે વધુ ખાસ છે કારણ કે મને કેપ્ટન તરીકે મારી પહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન મારા પ્રદર્શન માટે આ સન્માન મળ્યું છે."

ગિલે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં સૌથી વધુ 754 રન બનાવ્યા. આ સાથે ગિલ ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો. આ શાનદાર પ્રદર્શન માટે ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો.

ગિલ ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ ચાર વખત જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી છે. ગિલ પહેલા બે મહિલા ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ ગાર્ડનર અને વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુસે આ સિદ્ધિ મેળવી હતી. (All Photo Credit : PTI / Getty)