T20 World Cupની ટ્રોફી સાથે બાર્બાડોસમાં કેમ ફસાઈ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓ હોટલના રુમમાં બંધ જાણો કારણ

|

Jul 01, 2024 | 10:31 AM

ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ 30 જૂન રવિવારના રોજ બાર્બાડોસના બ્રિઝટાઉનતી ન્યુયોર્ક જવા રવાના થવાની હતી અને ત્યાંથી દુબઈ થઈ દિલ્હી જવાનું હતુ પરંતુ હરિકેન બેરિલ વાવાઝોડાને કારણે ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને તેના પરિવાર તેમજ સપોર્ટ સ્ટાફને બહાર જવાની અનુમતિ મળી નથી,

1 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ બાર્બાડોસના બ્રિઝટાઉનમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બની છે અને તમામ ખેલાડીઓએ ખુબ જશ્ન મનાવ્યો હતો.

2 / 5
ત્યારબાદ ટીમના ખેલાડી તેના પરિવાર તેમજ સપોર્ટ સ્ટાફ ભારત માટે રવાના થવાના હતા પરંતુ બાર્બાડોસમાં વાવાઝોડાને કારણે તમામ એરપોર્ટ હાલમાં બંધ કરવામાં આવ્યા છે. તેમજ કોઈ પણ ને તેના ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં તો કર્ફ્યુ જેવો માહોલ છે આ કારણે ટીમ ઈન્ડિયા પોતાના હોટલ રુમમાં ફસાઈ ગઈ છે.

3 / 5
બાર્બાડોસમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર હરિકેન બેરિલ 6 કલાકની અંદર બાર્બડોસમાં ટકરાશે. એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફ અને બીસીસીઆઈના અધિકારીઓ સહિત 70 સભ્યો હોટલના રુમમાં બંધ છે.

4 / 5
બીસીસીઆઈએ કહ્યું કે, ખેલાડી સહિત તમામ સ્ટાફને બાર્બાડોસના તોફાનમાંથી બહાર નીકાળવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પીટીઆઈના રિપોર્ટ મુજબ તમામ 70 સભ્યોને હવે ચાર્ટર ફ્લાઈટ દ્વારા બાર્બાડોસના બ્રિઝ ટાઉનથી સીધા દિલ્હી લાવવામાં આવશે.

5 / 5
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે.કેટલાક રિપોર્ટ મુજબ ટીમ 2 જુલાઈના રોજ ભારત પરત ફરી શકે છે, પરંતુ આ બધું હવામાન ઉપર નિર્ભર છે.

Next Photo Gallery