IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો નંબર-1 ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં નહીં રમે!
પર્થ ટેસ્ટમાં શાનદાર જીત બાદ હવે ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બીજી ટેસ્ટ રમવાની છે. આ મેચ પિંક બોલથી રમાશે અને મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. જો કે આ મેચ પહેલા એવા અહેવાલો આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાએ પોતાના નંબર 1 બોલરને બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.
1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. મેચ શરૂ થવામાં હજુ 3 દિવસ બાકી છે પરંતુ ટીમનો નંબર 1 ખેલાડી મેચમાંથી બહાર છે. અમે વાત કરી રહ્યા છીએ રવિચંદ્રન અશ્વિનની જેને બીજી ટેસ્ટમાં પણ તક આપવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડિલેડ ટેસ્ટમાં અશ્વિનની જગ્યાએ માત્ર વોશિંગ્ટન સુંદરને જ તક મળશે. પર્થ ટેસ્ટમાં પણ વોશિંગ્ટન સુંદરને પ્રાથમિકતા મળી હતી અને એડિલેડમાં પણ આવું જ થવાનું છે.
2 / 5
એડિલેડમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર છે પરંતુ અહીં ટીમ ઈન્ડિયાએ વોશિંગ્ટન સુંદરને જ તક આપવાનું નક્કી કર્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, BCCIના સૂત્રએ જણાવ્યું કે સુંદરના રમવાની શક્યતા 90 ટકા છે. તેને આર.અશ્વિન અને રવીન્દ્ર જાડેજા પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.
3 / 5
વોશિંગ્ટન સુંદરે પર્થ ટેસ્ટ રમી હતી, જ્યાં તેણે 2 વિકેટ ઝડપી હતી અને તે પ્રથમ દાવમાં 4 રન અને બીજી ઇનિંગમાં 29 રન બનાવી શક્યો હતો. સુંદરે કેનબેરામાં રમાયેલી વોર્મ-અપ મેચમાં પિંક બોલથી 42 રનની ઈનિંગ રમી હતી અને એક વિકેટ પણ મેળવી હતી.
4 / 5
આશ્ચર્યજનક વાત એ છે કે પિંક બોલ સાથે ટીમ ઈન્ડિયાનો નંબર 1 બોલર આર અશ્વિન છે. આ ઓફ સ્પિનરે ગુલાબી બોલથી 18 વિકેટ ઝડપી છે. એડિલેડમાં અશ્વિનનો રેકોર્ડ પણ શાનદાર છે. ગત વખતે અશ્વિને આ મેદાન પર 5 વિકેટ લીધી હતી. એડિલેડમાં તેણે અત્યાર સુધીમાં કુલ 16 વિકેટ ઝડપી છે. પરંતુ આ આંકડો હોવા છતાં જો ટીમ ઈન્ડિયા તેને પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં આપે તો તે ઘણું અજીબ હશે.
5 / 5
પિંક બોલ ટેસ્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી મજબૂત છે. આ ટીમ અત્યાર સુધી 14માંથી માત્ર એક જ પિંક બોલ ટેસ્ટ હારી છે. બીજી તરફ, ટીમ ઈન્ડિયાએ ચારમાંથી એક પિંક બોલ ટેસ્ટ હારી છે. ટીમ ઈન્ડિયાને આ એકમાત્ર હાર માત્ર ઓસ્ટ્રેલિયાથી જ મળી છે. હવે જોવાનું એ રહે છે કે આ વખતે એડિલેડમાં શું થાય છે? (All Photo Credit : PTI)