
બેંગલુરુમાં શનિવાર અને રવિવારે બે દિવસ માટે બધા ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. BCCIએ તાજેતરમાં ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટનો પણ સમાવેશ કર્યો છે.

એક અહેવાલ મુજબ, રવિવાર, 31 ઓગસ્ટે ફિટનેસ ટેસ્ટનો બીજો દિવસ હતો અને તમામ ખેલાડીઓએ યો-યો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં ODI કેપ્ટન રોહિત શર્માનો પણ સમાવેશ થાય છે. બધાની નજર રોહિત પર હતી કારણ કે તે IPL 2025ના અંત પછી લગભગ 3 મહિના સુધી કોઈપણ પ્રકારની ક્રિકેટથી દૂર હતો.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માએ કોઈપણ સમસ્યા વિના ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. એટલું જ નહીં, ટેસ્ટ પૂર્ણ થયા પછી, રોહિત શર્મા મુંબઈ પાછો ફર્યો અને જે વીડિયો સામે આવ્યા તેમાં 'હિટમેન' એકદમ ફિટ દેખાતો હતો. (All Photo Credit : PTI / GETTY)