બુમરાહ ટોપ સ્પોર્ટ્સ શૂ બ્રાન્ડ 'Asics'ના શૂઝ પહેરે છે. આ કંપની તેના ઉત્તમ સ્પોર્ટ્સ શૂઝ માટે જાણીતી છે.
Asics સ્પોર્ટ્સ શૂઝ બુમરાહ જેવા ફાસ્ટ બોલરોને લાંબા સમય સુધી બોલિંગ કરવા માટે જરૂરી પકડ અને સ્થિરતા પ્રદાન કરે છે.
આ શૂઝની કિંમત મોડેલના આધારે અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે તે રૂ. 5,000 થી રૂ. 15,000 સુધીની હોય છે. જો કસ્ટમાઈઝ્ડ જૂતા બનાવડાવો છો, તો તેની કિંમત 20,000 રૂપિયાથી વધુ હોઈ શકે છે.
જસપ્રીત બુમરાહ સહિત ટોચના ખેલાડીઓ તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર જૂતા બનાવડાવે છે. આ પ્રકારના જૂતામાં ખાસ ઈન્સોલ્સનો સમાવેશ થાય છે.
જસપ્રીત બુમરાહ જૂતા પસંદ કરતી વખતે લુક નહીં પણ શૂઝના કમ્ફર્ટને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. તેના જૂતા દરેક પ્રકારના મેદાનમાં લાંબા સમય સુધી બોલિંગ કરવા માટે, પગને રિલેક્સ રાખવા અને ઈજાઓથી બચાવામાં મદદ કરે છે. (All Photo Credit : PTI / GETTY / X)