પિતાએ સરકારી નોકરી છોડી બનાવ્યો ક્રિકેટર, પુત્રએ ઓસ્ટ્રેલિયામાં ફટકારી સદી, જાણો નીતિશ રેડ્ડીના પરિવાર વિશે
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની નવી ખોજ તરીકે જેની ગણતરી થઈ રહી છે, એ યુવા સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટર બનવાની સફરમાં તેના પરિવારનો મોટો હાથ રહ્યો છે. ખાસ કરીને તેના પિતાના બલિદાન અને પુત્રને ક્રિકેટર બનાવવા પાછળની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. નીતિશ કુમાર રેડ્ડીના પરિવાર વિશે જાણો આજના આ ખાસ ફેમિલી ટ્રી આર્ટીકલમાં.
1 / 8
21 વર્ષના નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
2 / 8
નીતિશ કુમાર રેડ્ડીએ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મજબૂત ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઈનઅપ સામે મક્કમતાથી બેટિંગ કરી લડાયક સદી ફટકારી અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું.
3 / 8
26 મે 2003ના રોજ જન્મેલ નીતિશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો મોટો ફેન (સુપર ફેન) છે.
4 / 8
નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી નથી. નીતિશના પિતાએ તેની કારકિર્દી માટે તેમની સરકારી નોકરી છોડી દીધી હતી.
5 / 8
નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીએ નીતિશને હંમેશા સપોર્ટ કર્યો છે. નીતિશના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યો છે.
6 / 8
નીતિશે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે તે એક સારો ક્રિકેટર બની શકે છે.
7 / 8
નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમ ણે કહ્યું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ભારતના સિનિયર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ છે.
8 / 8
નીતિશ કુમાર રેડ્ડીના પરિવારમાં ચાર લોકો છે - નીતિશ, માતા-પિતા અને તેની બહેન. નીતિશના પિતાનું નામ મુત્યાલા રેડ્ડી, માતાનું નામ મનસા જ્યોત્ના અને બહેનનું નામ શર્મિલા રેડ્ડી છે. (All Photo Credit : PTI / X)
Published On - 8:03 pm, Sat, 28 December 24