
પહેલું નામ મિલિંદ કુમાર પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો પરંતુ સુપર ઓવરમાં તેમણે ઈફ્તિખાર અહમદનો શાનદાર કેચ લીધો હતો. દિલ્હીમાં જન્મેલા મિલિંદ 2020 સુધી ભારતમાં ક્રિકેટ રમતો હતો. આઈપીએલમાં તે દિલ્હી અને આરસીબીની સાથે હતો. 2018-19માં રણજી સીઝનમાં 8 મેચમાં મિલિંદે 1331 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 4 અડધી સદી સામેલ છે.

સૌરભ નેત્રાવલકરનો જન્મ મુંબઈમાં થયો છે, તે ભારતના અંડર 19 વર્લ્ડ કપમાં પણ રમી ચૂક્યો છે. મુંબઈ માટે રણજીમાં પણ તેને તક મળી હતી. માસ્ટર્સ કરવા માટે તે અમેરિકા ગયો અને ત્યાં જ જોબ કરવા લાગ્યો હતો. સુપર ઓવરમાં ટીમને જીત અપાવવા સિવાય મેચમાં તેમણે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ પણ લીધી હતી.

સ્પિનર નોસ્તુશ કેજિગની સ્ટોરી થોડી અલગ છે. તેનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ એક વર્ષથી પણ ઓછી ઉંમરમાં તે ભારત આવ્યો હતો. ભારતમાં જ તે ક્રિકેટ શીખ્યો અને 2015માં 33 વર્ષના કેંજિગ અમેરિકામાં પરત ફર્યો હતો. તેમણે 30 રન આપી ઉસ્માન ખાન,શાદાબ ખાન અને આઝમ ખાનની વિકેટ લીધી હતી.

નીતિશ કુમારનો જન્મ કેનેડામાં થયો હતો. તે કેનેડા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ રમી ચુક્યો છે. નીતિશના માતા અને પિતા ભારતના છે. અમેરિકાને છેલ્લા બોલ પર જીત માટે 5 રનની જરુર હતી. નિતીશે ચોગ્ગો મારી આ મેચને સુપર ઓવરમાં પહોંચાડી હતી.

જો આપણે ટી20 વર્લ્ડકપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો સૌથી પહેલા અમેરિકા 4 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ત્યારબાદ બીજા નંબર પર ભારતીય ક્રિકેટ ટીમ 2 પોઈન્ટ સાથે છે. ત્રીજા સ્થાને પાકિસ્તાન, કેનેડા અને પાંચમાં નંબર પર આયરલેન્ડની ટીમ છે.