
હવે સ્મૃતિએ જે કહ્યું તેના પરથી લાગે છે કે ટીમ ઈન્ડિયા નેટ રન રેટ વધારવાને લઈને બહુ ગંભીર નથી. જો તમે આ માનસિકતા સાથે મોટી જીત મેળવો છો, તો નસીબ તમારા પક્ષમાં રહેશે. પરંતુ જો તે હાંસલ ન થાય તો સેમીફાઈનલમાં પહોંચવા માટે અન્ય માર્ગો વિશે વિચારવું જરૂરી બની જાય છે.

જો ભારત શ્રીલંકા સામે જીત મેળવે છે પરંતુ મોટી જીત નોંધાવતું નથી, તો આવી સ્થિતિમાં ભારતે પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરવી પડશે. આ સાથે જ જીતનો પણ સિલસિલો જાળવી રાખવો પડશે. પાકિસ્તાનની ટીમ અત્યારે ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે જીતી મેળવે છે તો પાકિસ્તાનના 6 પોઈન્ટ થઈશે.

બીજી તરફ જો ભારત શ્રીલંકા બાદ ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો ભારતના પણ 6 પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વધુમાં વધુ 4 પોઈન્ટ હશે અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન ગ્રુપ Aમાંથી મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. (All Photo Credir : PTI)