
આ મેદાન પર અત્યારસુધી 47 ટી20 મેચ રમાઈ છે જેમાં 30 વખત પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. જ્યારે 14 વખત ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. આ મેદાનની પીચ પર સ્કોર પહેલી ઈનિગ્સમાં 138 છે તો બીજી ઈનિગ્સમાં 125 થઈ જાય છે.

બંન્ને ટીમ વચ્ચે અત્યારસુધી ટી20માં કુલ 8 મેચ રમાઈ છે.જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 મેચમાં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.રોહિત શર્મા સૌથી ખતરનાક ઓપનરોમાંથી એક છે. આ T20 વર્લ્ડ કપમાં તેણે ત્રણ મેચમાં બેટિંગ કરી છે, જેમાં તે એક વખત રિટાયર હર્ટ થયો હતો અને બે વખત આઉટ થયો હતો.