T20 World Cup Final : વરસાદ ભારતનો ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પણ પીછો છોડશે નહિ, ફાઈનલમાં પણ વરસાદ મજા બગાડશે

|

Jun 28, 2024 | 1:13 PM

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે શનિવારના રોજ બારબાડોસમાં રમાશે. આ મેચ ઉપર પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. તો ચાલો મેચના સમયથી લઈ વેન્યુ તમામ વિશે જાણીએ.

1 / 6
ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ શનિવાર 29 જૂનના રોજ બારબાડોસમાં રમશે. ભારતે ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે 68 રનથી હાર આપી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

2 / 6
 હવે એ જાણવું જરુરી છે કે, બારબાડોસમાં હવામાન કેવું રહેશે. શું શનિવારના રોજ વરસાદ પડશે, જો વરસાદ આવશે તો નિર્ણય કઈ રીતે લેવામાં આવશે.

3 / 6
આ જીતના હિરો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ, રોહિત શર્મા, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે ધમાલ કરી હતી, હવે ફાઈનલ માટે ટી20 વર્લ્ડકપમાં ટકરાવવા માટે ભારતીય ટીમ તૈયાર છે.ભારતીય ટીમ લગભગ આઠ મહિનામાં બીજી વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.

4 / 6
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. આ મેચ 29 જૂનના રોજ બારબાડોસમાં રમાશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ દિવસે વરસાદની પુરી શક્યતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકો મેચનું સ્થળ બદલવાની માંગ કરી રહ્યા છે.

5 / 6
 વેધર રિપોર્ટ અનુસાર બારબાડોસમાં 29 જૂનના રોજ 99 ટકા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન છે. 30 જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી શરુ થશે.

6 / 6
જો વરસાદ આવશે તો સૌથી પહેલા મેચનું પરિણામ માટે અંદાજે 10-10 ઓવરની મેચ રમાશે. ફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, મેચ જ્યાંથી બંધ થઈ છે ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે.જો બારબાડોસમાં સતત વરસાદ પડશે તો રિઝર્વ ડે પર મેચ નહિ રમાય તો બંન્ને ટીમને સયુંક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

Next Photo Gallery