
ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે ક્રિકેટ ચાહકો આતુર છે. પરંતુ આ પહેલા સૌના મનમાં સવાલ થાય છે કે, આ મેચ લાઈવ ક્યાં જોવા મળશે. તો આજે અમે તમને જણાવીશું કે, ભારત-પાકિસ્તાનની મેચ ફ્રીમાં તમે ક્યાં લાઈવ જોઈ શકશો.

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાનની મેચ 9 જૂન આજે રવિવારના રોજ રમાશે. બંન્ને ટીમની આ મેચ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકે આ મેચ જોઈ શકાશે.

ભારત-પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ નેટવર્ક કરશે. સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની પાસે ટી20 વર્લ્ડકપ 2024ની તમામ મેચના પ્રસારણના અધિકારો છે.

તો મોબાઈલ યુઝર ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ અને ડેસ્કટોપ યુઝર્સ hostar.com પર લોગ ઈન કરી આ મેચનો આનંદ લઈ શકશો છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ પર આ મેચનું સ્ટ્રીમિંગ ફ્રીમાં થશે.

તમને જણાવી દઈએ કે, રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં આયરલેન્ડને 8 વિકેટે હરાવી જીત સાથે શરુઆત કરી છે. જ્યારે પાકિસ્તાનની ટીમને અમેરિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ સુપર ઓવર સુધી પહોંચી છે જ્યાં ટીમને હારમળી હતી.