T20 World Cupની વોર્મ અપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની મેચ આ ટીમ સાથે

આઈસીસી ટી 20 વર્લ્ડકપ 2024ના વોર્મ-અપ મેચના શેડ્યૂલની જાહેરાત થઈ ચૂકી છે. ભારતની વોર્મ-અપ મેચ 1 જૂનથી બાંગ્લાદેશ વિરુદ્ધ છે.તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે માત્ર એક જ વોર્મ-અપ મેચ રમી રહી છે.ચાલો વોર્મ-અપ મેચોના સંપૂર્ણ શેડ્યૂલ પર એક નજર કરીએ.

| Updated on: May 19, 2024 | 11:45 AM
1 / 5
 આઈસીસીએ ટી 20 વર્લ્ડકપ 2024 માટે વોર્મ-અપ મેચના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ 27 મેથી 1 જૂનના રોજ અમેરિકા, ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે. વર્લ્ડકપ પહેલા કુલ 16 વોર્મ-અપ મેચ રમાશે.

2 / 5
આ વોર્મ-અપ મેચો ટેક્સાસના ગ્રાન્ડ પ્રેઇરી ક્રિકેટ સ્ટેડિયમ, ફ્લોરિડામાં બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, ક્વીન્સ પાર્ક ઓવલ અને ત્રિનિદાદ અને ટોબેગોમાં બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાશે.

3 / 5
આઈસીસીએ ટી 20 વર્લ્ડકપ 2024 માટે વોર્મ-અપ મેચનું શેડ્યૂલ જાહેર કર્યો છે. આ મેગા ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 20માંથી 17 ટીમને વોર્મ-અપ મેચ રમવાની તક મળશે.  જે 3 ટીમને વોર્મ-અપ મેચ રમવાની તક મળી નથી તેમાં પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે.

4 / 5
 ભારતીય ક્રિકેટ ટીમને એક માત્ર વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ મળશે. ભારત અને બાંગ્લાદેશ વોર્મ-અપ મેચ 1 જૂનના રોજ રમશે. આ વોર્મ અપ મેચ 20-20 ઓવરની રહેશે. ટીમને પોતાના સ્કવોર્ડમાં સામેલ 15-15 ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની  પરવાનગી મળશે.

5 / 5
તમને જણાવી દઈએ કે, 26 મેના રોજ આઈપીએલ 2024ની ફાઈનલ મેચ રમાશે. જેના કારણે વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી 20 ટીમમાંથી માત્ર 16 ટીમ વોર્મ અપ મેચ રમશે. વોર્મ અપ મેચની ટિકિટ Tickets.t20worldcup.com પરથી ખરીદી શકો છો.