
આ મેચમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝને 20 રનથી હાર આપી છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે કારણ કે, દુબઈની સ્પિન પીચ પર ભારતીય દિગ્ગજ બેટ્સમેન ફેલ રહ્યા છે. બોલરના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાને જીત મળી છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી UAEમાં શરૂ થશે અને ટીમ ઈન્ડિયા તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.