
રિપોર્ટ મુજબ ગિલ અને આવેશ ખાનના વીઝા માત્ર યુએસએ પ્રવાસ માટે જ હતા. ત્યારે 15 જૂનના રોજ રમાનારી મેચ સુધી જો ટીમમાંથી કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો આ બંન્ને ખેલાડી સ્વદેશ પરત ફરી શકે છે. આ બંન્ને ખેલાડી સુપર-8 માટે વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરશે નહિ.

ટૂર્નામેન્ટમાં જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેના સ્થાન પર રિઝર્વ ખેલાડીના લિસ્ટમાંથી કોઈને તક આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી ભારતીય ટીમનો કોઈ ખેલાડી 14 જૂન સુધી ઈજાગ્રસ્ત થયો નથી. એટલા માટે ગિલ અને આવેશ ખાન ભારત પરત ફરી શકે છે.