વિરાટ કોહલી અને રોહિત શર્માને આઉટ કરવા છતાં અમેરિકાનો ખેલાડી છે દુ :ખી, કહ્યું જો આમ કર્યું હોત તો
એક સમયે ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું જોનાર સૌરભ નેત્રવલકર અમેરિકી ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી છે. ભારત વિરુદ્ધ તેમણે 2 સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યા છે. તેમ છતાં આ સ્ટાર ખેલાડી દુખી જોવા મળી રહ્યો છે.
1 / 6
ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને અમેરિકા વચ્ચે ન્યુયોર્કમાં રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટથી હાર આપી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સુપર-8માં ક્વોલિફાય કરી લીધું છે. અમેરિકાએ પહેલા બેટિંગ કરી માત્ર 111 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.
2 / 6
અમેરિકાના બોલરોએ ભારતીય બેટ્સમેનનો પરસેવો છોડી દીધો હતો. અમેરિકા તરફથી મુળ ભારતીય બોલર સૌરભ નેત્રવલકરે પહેલા વિરાટ કોહલીને ગોલ્ડન ડક કર્યો હતો. ત્યારબાદ રોહિત શર્માને 3 રન પર પેવેલિયન મોકલ્યો હતો. એક સમયે ભારતીય ટીમ ચિંતામાં મુકાય હતી. તેવી પરિસ્થિતિ અમેરિકાના બોલરે કરી હતી.
3 / 6
સૌરભ નેત્રવલકરે ભારત વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી તેમણે 4 ઓવરમાં માત્ર 18 રન આપી 2 મહત્વની વિકેટ લીધી હતી. એક સમયે ભારતીય ટીમ તો દબાવમાં આવી ગઈ હતી. 8 ઓવરમાં 39ના સ્કોર પર પંત આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે એક-એક રન માટે મહેનત કરી હતી. અને સ્કોરને આગળ વધાર્યો હતો.
4 / 6
12.3 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 58 રન જ બનાવી શકી હતી અને સૂર્યકુમાર યાદવ 22 રન બનાવી ક્રિઝ પર હતો. સૂર્યકુમારે 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારવા માંગતો હતો પરંતુ નેત્રવલકરના હાથમાં કેચ આવતા આવતા રહી ગયો હતો. આ કેચ છુટી ગયો અને સૂ્ર્ય કુમારની અડધી સદી પુરી થઈ હતી.
5 / 6
સૂર્યકુમાર યાદવના છુટેલા કેચથી અમેરિકાનો બોલર સૌરભ નેત્રવલકર દુખી છે. તેમણે કહ્યું જો સૂર્યાનો કેચ પકડી લીધો હોત તો ભારતીય ટીમ પર દબાવ બનાવાનો મોકો હતો.
6 / 6
એક સમયે ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું જોનાર સૌરભ નેત્રાવલકર અમેરિકન ક્રિકેટ ટીમ માટે સ્ટાર બનીને ઉભરી આવ્યો છે. તે અંડર-19માં ભારત તરફથી રમી ચૂક્યો છે અને હવે T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી રહ્યો છે.