
ભારત અને યુએસએ બંન્નેએ ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી રમેલી બંન્ને મેચ જીતી લીધી છે. ત્યારે બંન્ને ટીમની નજર ત્રીજી જીત પર રહેશે. બુધવારના રોજ મેચની વિજેતા ટીમ ગ્રુપ એથી સુપર 8 માટે ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની જશે. આ મેચને લઈ પ્લેઈંગ 11ની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ભારત અને અમેરિકા વચ્ચે રમાનારી મેચ તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો. તેમજ ડિઝ્ની હોટ સ્ટાર પર મેચ જોઈ શકાશે. મોબાઈલ પર તમે ફ્રીમાં મેચ જોઈ શકશો. આ મેચની તમામ વિગતોની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતી પર વાંચી શકશો.