
જોશ લિટલ: આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તેની સ્વિંગ બોલિંગ માટે પ્રખ્યાત છે. લિટલ પાસે IPLનો અનુભવ છે અને તેની પાસે પેસ પણ છે. બધા જાણે છે કે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર લેફ્ટ આર્મ સ્વિંગ બોલિંગ સામે નબળો લાગે છે, આવી સ્થિતિમાં જોશ લિટલ આયર્લેન્ડ માટે મોટો ધડાકો કરી શકે છે. આ 24 વર્ષના ફાસ્ટ બોલરે 66 T20 મેચમાં 78 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ પણ માત્ર 7.45 રન પ્રતિ ઓવર છે.

જ્યોર્જ ડોકરેલ: આયર્લેન્ડનો લેફ્ટ આર્મ સ્પિનર જ્યોર્જ ડોકરેલ આ ટીમનો બેક બોર્ન (કરોડરજ્જુ) છે. ડોકરેલ મિડ ઓવરોમાં બેટ્સમેનોને ઘણા પરેશાન કરે છે. ડોકરેલ વિકેટ લેવામાં નિષ્ણાત નથી પરંતુ તે ડોટ બોલ બોલિંગ કરવામાં આયર્લેન્ડનો નંબર 1 બોલર છે. આ ખેલાડી પાસે 136 T20 મેચોનો અનુભવ છે, જેમાં તેનો ઈકોનોમી રેટ માત્ર 7.2 રન પ્રતિ ઓવર છે.