Nirupa Duva |
Jun 12, 2024 | 11:24 AM
ટી20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને અમેરિકા વચ્ચે રમાશે. આજે એક એવી ટીમ રમતી જોવા મળશે જેમાં રહેલા કેટલાક ભારતીય ખેલાડીનું સપનું ભારતીય ટીમમાંથી રમવાનું હતુ. કેટલાક તો રણજી અને આઈપીએલ પણ રમી ચુક્યા છે. પરંતુ નેશનલ ટીમમાં સ્થાન ન મળતાં તેમણે દેશ જ બદલી નાંખ્યો છે.
આ ખેલાડીઓમાં હરમીત સિંહથી લઈ સૌરભ નેત્રાવલકર પણ સામલે છે હરમીત સૌરભ સહિત 8 ખેલાડીઓ હવે અમેરિકાની ટીમનો ભાગ છે. જેનો આગામી મુકાબલો ભારતીય ટીમ સામે છે.
આ ટી20 વર્લ્ડકપમાં ભારત અને અમેરિકાની ટીમનું પ્રદર્શન એકસમાન રહ્યું છે. ભારત અને અમેરિકા બંન્ને ટીમ ગ્રુપ એમાં છે. ભારત અને અમેરિકા બંન્ને ટીમ અત્યારસુધી 2-2 મેચ જીતી ચુક્યા છે.બંન્ને ટીમ ગ્રુપ એમાં પાકિસ્તાનને હાર આપી છે.
અમેરિકાની ક્રિકેટ ટીમમાં ભારતીય મૂળના 8 ખેલાડીઓ છે. જેમાં સૌરભ નેત્રાવલકર, હરમીત સિંહ, મોનાંક પટેલ, નીતિશ કુમાર, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, જસદીપ સિંહ (જેસી)નો સમાવેશ થાય છે.
અમેરિકાની ટીમમાં પાકિસ્તાની, વેસ્ટઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને કુલ 8 ખેલાડીઓ ભારતીય છે. તેમાં કેટલાક ખેલાડીઓ તો ગુજરાતી છે. ભારત અને અમેરિકાની મેચ આજે રાત્રે 8 કલાકે શરુ થશે