
ભારતીય ક્રિકેટ ટીમ આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં ટકરાશે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ એક મોટો રેકોર્ડ તોડશે.આવું કરનાર તે દેશનો ચોથો ખેલાડી બનશે.

સૂર્યકુમાર યાદવ માટે પહેલી ટી20 મેચ ખુબ જ ખાસ રહેવાની છે. ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમશે. આ કારણે સૂર્યકુમાર યાદવ પણ ચર્ચામાં છે.

સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય છે. પરંતુઆનાથી અલગ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં ઉતરવાની સાથે તે ઈતિહાસ રચી દેશે. સૂર્યકુમાર યાદવે અત્યારસુધી 99 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેમણે4 સદી ફટકારી છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચ સૂર્યકુમાર યાદવ માટે 100મી ટી20 મેચ હશે. આ સાથે તે 100 ટી20 મેચ રમનારો 53મો બેટ્સમેન બની જશે. તેમજ ભારતનો ચોથો ખેલાડી હશે.

સૂર્યકુમાર યાદવ 100મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો 53મો ખેલાડી બનશે. પરંતુ 10 થી ઓછી ટેસ્ટ અને 40થી ઓછી વનડે રમનારો એકમાત્ર ખેલાડી હશે. જેમણે 100 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવ પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા 100 મેચ રમી ચૂક્યો છે.

ભારત માટે સૌથી વધુ ટી20 ઈન્ડટરનેશનલ મેચ રમનાર ખેલાડી વિશે વાત કરવામાં આવે તો. રોહિત શર્મા 159 મેચ,વિરાટ કોહલી 125 મેચ, હાર્દિક પંડ્યા 124 મેચ, એમએસ ધોની 98 મેચ છે.