
સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. તેમણે ભારત માટે 37 વનડે મેચમાં 773 રન અને 78 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 2570 રન બનાવ્યા છે. તેમજ ટીમ માટે એક ટેસ્ટ મેચ પણ રમી છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામ પર 4 સદી પણ છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. આ સિરીઝમાં ભારતીય ટીમે 3-1થી જીત મેળવી હતી.