દિલ્હી પ્રીમિયર લીગ 2024માં રમશે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ, 6 ટીમો લેશે ભાગ

|

Aug 16, 2024 | 9:30 PM

દિલ્હી પ્રીમિયર લીગ 2024 17 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં કુલ 6 ટીમો ભાગ લેશે. આ લીગનું પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ રમતા જોવા મળશે.

1 / 5
દિલ્હી પ્રીમિયર લીગ 2024 (DPL) દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા શરૂ થવા જઈ રહી છે. આ લીગની પ્રથમ સિઝન 17 ઓગસ્ટથી શરૂ થશે.

2 / 5
હાલમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે એવા અનેક ખેલાડીઓ પણ આ લીગમાં રમતા જોવા મળશે. ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં છ પુરુષ ટીમો અને ચાર મહિલા ટીમો ભાગ લેશે.

3 / 5
મેન્સ લીગમાં છ ટીમો વચ્ચે 8 સપ્ટેમ્બરે યોજાનારી ફાઈનલ સહિત કુલ 33 મેચો રમાશે. આ તમામ મેચો અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. લીગની પ્રથમ મેચ રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. આ પછી તમામ મેચો બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી રમાશે.

4 / 5
દિલ્હી પ્રીમિયર લીગ 2024માં ભાગ લેનારી ટીમોના નામ: પુરાની દિલ્હી 6, સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ, નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ, વેસ્ટ દિલ્હી લાયન્સ, ઈસ્ટ દિલ્હી રાઈડર્સ, સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ

5 / 5
પુરાની દિલ્હી 6માં ઋષભ પંત, લલિત યાદવ, ઈશાંત શર્મા અને અર્પિત રાણા, સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સમાં આયુષ બદોની અને કુલદીપ યાદવ, નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સમાં હર્ષિત રાણા, વેસ્ટ દિલ્હી લાયન્સમાં રિતિક શૌકીન અને નવદીપ સૈની, ઈસ્ટ દિલ્હી રાઈડર્સમાં અનુજ રાવત, સેન્ટ્રલ દિલ્હી કિંગ્સમાં યશ ધૂલ સ્ટાર ખેલાડીઓ તરીકે સામેલ છે.

Next Photo Gallery