વિરાટ કોહલી આજ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ સિદ્ધિ મેળવી શક્યો નથી, 16 વર્ષથી અધૂરું છે સપનું
વિરાટ કોહલીએ પોતાના 16 વર્ષના કરિયરમાં ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં કોહલીએ બેટિંગમાં અનેક મોટા રેકોર્ડ તોડયા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કોહલીએ ઘણી દમદાર ઈનિંગ રમી છે, જોકે તે એક કમાલ હજી સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી કરી શક્યો, જેના માટે તે ફેમસ છે. એવું શું છે જે વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હજી સુધી હાંસલ નથી કરી શક્યો? જાણો આ આર્ટિકલમાં.
1 / 5
ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીએ પોતાના 16 વર્ષના કરિયરમાં ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. દોઢ દાયકાની કારકિર્દીમાં તેણે ક્રિકેટના મેદાન પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. જો કે તેની કારકિર્દીમાં તે ક્યારેય ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક કમાલ ક્યારેય કરી શક્યો નથી.
2 / 5
વિરાટ કોહલીએ આ ICC ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 13 મેચની 12 ઈનિંગ્સમાં 529 રન બનાવ્યા છે. આ દરમિયાન ભારતીય દિગ્ગજના બેટમાંથી 5 અડધી સદી આવી છે. પરંતુ તે એકપણ સદી ફટકારી શક્યો નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને હવે જોવાનું એ રહેશે કે કોહલી 16 વર્ષના આ દુષ્કાળને ખતમ કરી શકશે કે નહીં.
3 / 5
જોકે વિરાટ કોહલી એક સમયે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદીની ખૂબ નજીક હતો, તે સદીથી માત્ર ચાર રન દૂર હતો અને તે અણનમ રહ્યો હતો. 2017માં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં 266 રનનો ટાર્ગેટ ભારતે 41મી ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
4 / 5
રોહિત શર્માએ 123 રનની અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 78 બોલમાં 96 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારવાનું વિરાટ કોહલીનું સપનું માત્ર ચાર રનથી ચકનાચૂર થઈ ગયું.
5 / 5
કોહલીએ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે સૌથી મોટી ઈનિંગ રમી છે. ટૂંક સમયમાં શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ ફરી એકવાર વિરાટના નિશાના પર હશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે છે. આ પછી ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ પછી ભારતીય ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. (All Photo Credit : PTI)