
પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં ખુલાસો થયો કે, ઐયરને ડાબી પાંસળીમાં ઈજા થઈ છે, જેના કારણે તેઓ આગામી થોડા દિવસો સુધી ક્રિકેટથી દૂર રહેશે. બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ઐયરની પાંસળીમાં ફ્રેક્ચર થયું છે.

જાણકારી મુજબ ભારત પરત ફર્યા બાદ તેની તપાસ બેંગ્લુરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સ જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, હાલમાં તો એવું લાગી રહ્યું છે કે, અંદાજે 3 અઠવાડિયા સુધી ક્રિકેટ એક્શનથી દુર રહેશે. જેના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝમાં રમવા પર શંકા છે. આ સીરિઝ 30 નવેમ્બરના રોજ રાંચીમાં શરુ તશે.

BCCIના સુત્રોએ જણાવ્યું કે, જો ઐયરની પાંસળીઓમાં હેયર લાઈન ફ્રેકચર આવ્યું તો તેને ફરી લાંબા સમય સુધી બ્રેક લેવો પડશે. હાલમાં તે સાઉથ આફ્રિકામાં રમાનારી સીરિઝમાં રમે તે નક્કી નથી. (all photo : pti)